આચાર્યનો સંદેશો

ઇ.સ. ૧૯૦૬માં વડોદરામાં માત્ર એક જ સરકારી માધ્યમિક શાળા હતી. તે સમયે વડોદરા રાજ્યની કાઉન્સિલના હુકમના આધારે “શ્રી સયાજી હાઈસ્કૂલ” શાળાનો મંગલ પ્રારંભ થયો.

વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પુણ્યનામથી શોભિત આ શાળા વડોદરાના ૧૦૯ વર્ષના શૈક્ષણિક ઇતિહાસની સાક્ષીરૂપ છે

વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના સાથે આ શાળાની પ્રતિષ્ઠાને વિશ્વ ફલક પર લઇ જનાર શાળાના હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં શાળા પ્રત્યે અનેરી લાગણી છે. આ વિદ્યાર્થીઓ તેમની ‘પોતાની’ શાળાના વર્તમાન વિષે અદ્યતન માહિતી મેળવી શકે, સંપર્કમાં રહી શકે તે હેતુને લક્ષમાં લઈને ‘વેબસાઈટ’ના માધ્યમથી અમે અમારા વિદ્યાર્થીઓને પુનઃ એક સૂત્રથી જોડવાનો પ્રયાસ કરીએ છીએ. અમે સહૃદય સ્વાગત કરીએ છીએ.

આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થી, વાલી અને શિક્ષક વચ્ચે એક નવો સેતુ રચાયો છે. જેના થકી શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીના સર્વાંગી શિક્ષણ માટેનું અમારું લક્ષ્ય અમે સિદ્ધ કરવા માંગીએ છીએ ‘શ્રી સયાજી

X