નિયમો અને નિયમન

શાળાના ધારાધોરણો

(1) શાળા પ્રવેશ અંગેના નિયમો.

  • વિધાર્થીને શાળામાં દાખલ કરવા માટે વાલીએ શાળાના આચાર્યશ્રીને નિયત કરેલા અરજીપત્રક પર અરજી કરવી.
  • અરજીપત્રક સાથે નીચેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.
  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ( School Leaving Certificate ) ( 2 નકલ)
  • છેલ્લી વાર્ષિક પરીક્ષાના પરિણામપત્રકની નકલ ( 2 નકલ)
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર ( જો હોય તો )
  • પ્રવેશ મળ્યા પછી ઉપર જણાવેલ તમામ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તે સિવાય પ્રવેશ માન્ય રહેશે નહીં.
  • પ્રવેશ મળ્યા પછી ભરવાપાત્ર થતી ફી ની રકમ તે જ દિવસે જમા કરાવવાની રહેશે. ફી ભર્યા પછી પરત મળશે નહી.

(2) શાળા ફી અંગે ના નિયમો ..

  • શાળામા માસિક ફી નુ ધોરણ આ પ્રમાણે રહેશે.
  • ધોરણ 9 10 11 વિજ્ઞાન /સામાન્ય પ્રવાહ 12 વિજ્ઞાન /સામાન્ય પ્રવાહ
  • નિભાવ ફી ૪૦ ૪૫ ૫૦ ૬૦
  • કોમ્પ્યુટર ફી ૫૦ ૫૦ ૫૦ ૫૦
  • પ્રવેશ સમયે વિધાર્થીએ શાળાની નિયત કરેલ ફી ભરવાની રહેશે
  • વિધાર્થીએ વર્ષ દરમિયાન તમામ પ્રકારની ફી નિયમિત ભરવાની રહેશે.
  • વિધાર્થીની કોઈપણ પ્રકારની ફી ની રકમ બાકી હશે તો નિયત રકમ વસુલ કર્યા પછી જ કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે.

(3) ગણવેશ અંગેના નિયમો.

  • શાળાનો નિયત ગણવેશ , ચેક્સ બ્લુ શર્ટ, બ્લુ પેન્ટ, ટાઈ, બેલ્ટ, સફેદ મોજા, કાળા દોરીવાળા શુઝ.
  • શાળામાં ગણવેશ ફરજીયાત છે. અધૂરો ગણવેશ માન્ય રહેશે નહીં.
  • વિધાર્થીએ સ્વચ્છ , સુઘડ અને વ્યવસ્થિત ગણવેશમાં શાળામાં આવવાનું રહેશે.

(4) શાળામાં હાજરી અંગેના નિયમો

  • શાળામાં વિધાર્થીની પૂરતી હાજરી અનિવાર્ય છે . વર્ષ દરમિયાન હાજરી અપૂરતી હશે તો વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
  • શાળામાં ગેરહાજરી અંગેની જાણ અગાઉની કરવાની રહેશે. જાણ કર્યા વિના સતત 3 દિવસ ગેરહાજર રહેશે તો તેનું નામ શાળાપત્રકમાંથી કમી થવાને પાત્ર થશે.
  • તબીબી કે અન્ય કોઈ કારણસર વિધાર્થીની લાંબા સમયની ગેરહાજરી અંગે જરૂરી
  • આધાર સાથે આચાર્યશ્રીની પરવાનગી મેળવવાની રહેશે. અન્યથા તેની ગેરહાજરી ગણાશે.
  • અનિયમિત હાજરી કે સતત ગેરહાજરીના કારણથી વિધાર્થીનું નામ કમી થવાને પાત્ર થશે.
  • વિધાર્થી શાળામાં આવ્યા પછી આચાર્યશ્રીની પરવાનગી વિના શાળા છોડી શકશે નહી.
  • અનિવાર્ય સંજોગોમાં જવાનું થાય તો વાલીએ રૂબરૂ આવીને સંમતિ મેળવવી.
X